गुजराती विशेषांक जून 26 / ગુજરાતી વિશેષાંક જુન ૨૬

नमस्कार. 

बहुत समय से इच्छा थी कि साहित्यम पर एक गुजराती साहित्य विशेषांक आना चाहिए. इस विषय में भाई राजेश हिंगू जी से बात हुई और उनकी सहर्ष सहमति ने काम को आगे बढाया. 

અતિથી સંપાદકીય - રાજેશ હિંગુ

નમસ્કાર મિત્રો,

‘સાહિત્યમના આ વિશેષ અંકના માધ્યમથી આપ સૌની સાથે સંવાદ સાધતાં હૃદય અત્યંત આનંદની અનુભૂતિ કરી રહ્યું છે. 

વાર્તા – ચાલ્લો - કાજલ શાહ 'કાજ'

પપ્પાઆવતી કાલે આપણે શોભિતકાકાને ત્યાં લગ્નમાં જવાનુ છે યાદ છે ને?"

"હા હાતૈયારી થઈ ગઈ છે."

મિક્રોફિકશન - કુસુમ પટેલ

"પપ્પા કાંઇ રહી તો નથી જતું ને ?''

સૂટકેસ પેક કરતાં કિશોરે રમણલાલને પુછ્યું.

 

લઘુકથા – અગરબત્તી - રક્ષા શાહ

નાજુક,નમણી અને ઘઉંવર્ણી એકની એક દીકરી સુગંધી.. મંદિરના ગર્ભદ્વાર જેવું નાનકડું દિલ સુગંધીનું. પણ આવકાર બધાનો.ગરીબ પરિવારની આ દીકરી અન્ય કાજે પોતાનું જીવન ટૂંકું કરતી અને સુગંધ ફેલાવતી.. 

નિબંધ - ચાહભરી જિંદગી - લીના પ્રીતિશ

તારા મળ્યા પછી જીવનમાં ક્યાં કોઈ કસર છે?

બંધ તાળા ખુલી ગયાતારા સ્પર્શની અસર છે.

ગીત - ભૂમા વશી

 

શબ્દોની પાંખો પહેરીને આભ આંબવા ઉડ્યાં જી..
ચોગમ ઝળહળ ઝળહળ દીઠું
, અજવાળામાં ઉઘડ્યાં જી....

ગીત - કંદર્પ રાવલ 'પ્રયાસ'

 

મને વળગણ સદાય એક તારું
ક્ષણનું યે હોય કોઈને વરસોનું હોય
મારું સગપણ સતત એકધારું....

ગીત : રાજેશ હિંગુ

 

હૈયાનાં ગોંદરેથી ઓચિંતું ઉમટેલું સ્મરણોનું ધણ આજે ભાંભર્યું,
મારાં ગામનું પાદર આજે સાંભર્યું.

અછાંદસ - પારુલ વોરા

 

ચકીનું ડીપ્રેશન
 વગર ઝાંઝરે
આખા ઘરને
રણકારતી ચકલીએ
જ્યારથી સુગરીનો
માળો જોયો છે
ત્યારથી ડિપ્રેશનમાં આવી ગઈ છે.

મોનોઇમેજ - ટકોરા - રાજુલ ભાનુશાલી

 
આંખ લુછી

ઉંબરેથી પરત ફર્યા ટકોરા

જ્યારે

બારણું વીંધીને

કોણ છે?”

એવો સપાટ પ્રશ્ન બહાર આવ્યો.

ગઝલ - ના તરત સમજાઈ અહીં આવ્યા પછી - દેવાંગ પરીખ 'રસિક'

 

ના તરત સમજાઈ અહીં આવ્યા પછી,
જિંદગી સમજાઈ છે ગાળ્યા પછી.
 
જીતમાંથી કંઈજ હું શીખ્યો નહીં,
ને ઘણું શીખ્યો બધું હાર્યા પછી.

ગઝલ - જિંદગીમાં કેટલાં સંતાપ છે - શિલ્પા શેઠ "શિલ્પ"

 


જિંદગીમાં કેટલાં સંતાપ છે?

તોય ખુશીઓનો કર્યો મેં વ્યાપ છે.

 

મારી સજ્જનતાનું કારણ હું નથી,

એના તો હકદાર બસ મા-બાપ છે

ગઝલ - જગ જ્યારે દર્દ દેતું હતું ત્યારે ક્યાં હતા - અંકિતા મારુ 'જીનલ'

 

જગ જ્યારે દર્દ દેતું હતું ત્યારે ક્યાં હતા?
દિલ એકલું જ સહેતું હતું ત્યારે ક્યાં હતા?
 
વરસાદ જોઈ સુખનો તમે આવ્યા છો અહીં,
આંખોથી પાણી વહેતું હતું ત્યારે ક્યાં હતા?

ગઝલ - જાત સાથે હજાર વાર કરી - અંજના ભાવસાર 'અંજુ'


જાત સાથે હજાર વાર કરી!
વાત એણે જે બે કે ચાર કરી!
 
માત્ર એના સતત વિચાર કરી,
જાગીને રાત મેં પસાર કરી.

ગઝલ - આખરે એ સત્ય પણ સમજાય છે - વિભા કિકાણી


આખરે એ સત્ય પણ સમજાય છે,

ના પરત આવે જે છોડી જાય છે.

 

પાળ બાંધી તોય ક્યાં બંધાય છે,

રોજ સરવર આંખથી છલકાય છે.

ગઝલ - કલા ઘણામાં હશે પણ બધે કમાલ નથી - ડૉ. માર્ગી દોશી

 

કલા ઘણામાં હશે પણ બધે કમાલ નથી
સભાને લૂંટી શકે, સૌની એ મજાલ નથી!
 
હું આવી છું પરિચયમાં ગુલાબી રંગોના
છતાંય રંજ છે કે ક્યાંય પણ ગુલાલ નથી!

ગઝલ - ચાલો આજે હોળી રમીએ - ચેતન ફ્રેમવાલા

 

ચાલો આજે હોળી રમીએ.
દ્વેષ સઘળાં છોડી
, રમીએ.
 
બોલ્યા વિના મહિના વિત્યાં!
સૌ અબોલા તોડી
, રમીએ...

ગઝલ - શિખરના સાદને દઉં મૌન, પડઘો બોલવા માંડે - મિતા ગોર મેવાડા

  

શિખરના સાદને દઉં મૌન, પડઘો બોલવા માંડે,
છુપાવી રાખું જે ભીતર, એ શબ્દો બોલવા માંડે.
 
ભીંતો વચ્ચે, ચણી ભીંતો, હું સાંકળ વાસુ દરવાજે,  
ને રાખું બારીઓને બંધ, પડદો બોલવા માંડે.

ગઝલ - એ આખર ક્યાંક જવાનાં છે - નીલેશ ગોહિલ

 

એ આખર ક્યાંક જવાનાં છે,
માર્ગ ભલેને કાંટાનાં છે.
 
ઠાઠ બધો ટૂંકોજ પડેને?
જલસા તો પલકારાનાં છે!

ગઝલ - એવું નથી - દિલને સમજનારાં સફરમાં ના મળ્યાં - ડૉ. ધીરજ એસ. બલદાણિયા 'નિઃસ્વાર્થ'

 

એવું નથી - દિલને સમજનારાં સફરમાં ના મળ્યાં,
તકલીફ છે એ વાતની - અમને અમારાં ના કળ્યાં..
 
મન આમ તો સઘળીય વાતે કેળવાયેલું જ છે,
પણ, વાત આવી સ્થૈરની ત્યારે જ કીડા સળવળ્યા.. 

ગઝલ - ડાયરીનું મને એક પાનું મળ્યું - ભારતી ગડા

 

ડાયરીનું મને એક પાનું મળ્યું,
જાણે પ્રકરણ પ્રણયની કથાનું મળ્યું!
 
રાતભર એમની યાદમાં જાગતી,   
ઓ હૃદય! આ દરદ પણ સદાનું મળ્યું!

ગઝલ - કામ આ થાશે જ થાશે, પણ સમય તો લાગશે - નવીન સી ચતુર્વેદી

 

કામ આ થાશે જ થાશે, પણ સમય તો લાગશે
હા! તને ભૂલી જવાશે
, પણ સમય તો લાગશે
 
સાથ છોડીને જનારા, મારૂં વેડિંગ-કાર્ડ પણ
તારા હાથોમાં અપાશે
, પણ સમય તો લાગશે

ગઝલ - સ્વયંને અભિનય કરાવ્યા કરું છું - સુનીલ રાચાણી 'અંતર'

 

સ્વયંને અભિનય કરાવ્યા કરું છું;
દસે આંગળી પર નચાવ્યા કરું છું.
 
સમસ્યા વિના સાવ લાગે છે સૂનું;
સમસ્યાને મુદ્દત અપાવ્યા કરું છું.

ગઝલ - ઊંઘમાંથી દુઃખ જગાવે છે મને - મહિમ્ન પંચાલ

  

ઊંઘમાંથી દુઃખ જગાવે છે મને.
બદનસીબે હોશ આવે છે મને.
 
શીખવ્યું 'તુ જેમને મેં દેખતા,
આજે એ આંખો બતાવે છે મને. 

ગઝલ - ના પૂછ શોધવા તને ક્યાં ક્યાં ફરી વળ્યો - દીપક ઝાલા 'અદ્વૈત'


ના પૂછ શોધવા તને ક્યાં ક્યાં ફરી વળ્યો.
હર શહેર, હર ગલી 'ને મહોલ્લા ફરી વળ્યો.
 
જંગલ, પહાડ, નહેર, સમંદર, તળાવ, ખીણ
લાગે અશક્ય એ બધી જગ્યા ફરી વળ્યો. 

ગઝલ - જેની પર તું નજર કરે છે - દિગંત મેવાડા


જેની પર તું નજર કરે છે
એની પળમાં દશા ફરે છે
 
ભર વસંતે  લીલું ખરે છે.
ડાળને પણ અસર કરે છે.

ગઝલ - જલ્દી મરાય જો મળે પચ્ચીસમો કલાક - મિત્ર રાઠોડ

 

જલ્દી મરાય જો મળે પચ્ચીસમો કલાક,

કા બહુ જીવાય જો મળે પચ્ચીસમો કલાક.

 

લોકોના બાર વાગી જતા બંધ થઈ જશે,

આવુંય થાય જો મળે પચ્ચીસમો કલાક. 

ગઝલ - પ્રવાહ સાથે વહેવાનું છે - હેમંત પુણેકર

  


પ્રવાહ સાથે વહેવાનું છે
તટસ્થ તો પણ રહેવાનું છે
 
બધાએ દુઃખ તો સહેવાનું છે
અમારે ચૂપ પણ રહેવાનું છે 

ગઝલ - સાહેબ! નસીબ તો જુઓ દરિયો છે આસપાસ - શબનમ ખોજા

સાહેબ! નસીબ તો જુઓ દરિયો છે આસપાસ,

સાહેબ! નસીબ તો જુઓ સંતોષશે ન પ્યાસ !

 

સાહેબ! નજર કરો જરા હું આપનો છું દાસ,

સાહેબ! નજર પડે તો હું થઈ જાઉં ખાસ - ખાસ!

ગઝલ - બહારથી લાગે ભલે ભીતર કશું ઘર્ષણ નથી - દિક્ષિતા શાહ

 

બહારથી લાગે ભલે ભીતર કશું ઘર્ષણ નથી,
અર્થ એનો એ નથી અંતરમાં અકળામણ નથી
 
હા હજી પરવા, પ્રણયની ઘેલછા રાખ્યા કરે,
પ્રૌઢ વયની થઈ છતાં પીડામાં કંઈ સમજણ નથી.

ગઝલ - ભીતરનો ખાલીપો એથી જ તો સમજ્યું નથી કોઈ - મેહુલ પડિયા


ભીતરનો ખાલીપો એથી જ તો સમજ્યું નથી કોઈ

ફકત પડઘાય છે ધબકાર ત્યાં બીજું નથી કોઈ

 

સુધારી પણ શકું મારી ભૂલો જો ધ્યાન દોરે તો

બધા બૂમો જ પાડે છે કદી કહેતું નથી કોઈ

ગઝલ : ખરી ના જાય ટહુકાઓ કરો જો વ્હાલ ડાળીને - જસ્મીન શાહ 'મહેક'


ખરી ના જાય ટહુકાઓ કરો જો વ્હાલ ડાળીને
નવા કલરવ ઘણાં એ આપશે લાગ્યું વિચારીને
 
હરણની ચીસ વારંવાર કાને આવી અથડાશે
ચલાવી તીર બેસો બારણાં છો બંધ રાખીને

ગઝલ - બધું નિઃશબ્દ હો ત્યારે આ ટેલિફોન રણકે છે - ધાર્મિક પરમાર

 

બધું નિઃશબ્દ હો ત્યારે આ ટેલિફોન રણકે છે!
થઈ શત્રુ રવિવારે આ ટેલિફોન રણકે છે!
 
સુકાયેલી બધી ડાળો ઉપર ખીલે ટપોટપ ફૂલ,
અહીં વૃદ્ધાશ્રમે જ્યારે આ ટેલિફોન રણકે છે!

ગઝલ - અમને તોડી નજીકથી નીકળ્યું - જયુ સોલંકી

 

અમને તોડી નજીકથી નીકળ્યું
કોઈ રોઈ
, નજીકથી નીકળ્યું
 
કોઈ નીકળ્યું નજીકથી તો થ્યું
'જાણી જોઈ નજીકથી નીકળ્યું'

ગઝલ - જેટલા હપ્તા ભરેલા લોહીથી શણગારના – દીપક પેશવાણી

 


જેટલા હપ્તા ભરેલા લોહીથી શણગારના,

એટલા સુખ ક્યાં હું પામ્યો "આપણા" ઘરબારના?

 

તારા ફળિયા પર મને શંકા રહે છે કેમ કે,

ચોતરફ રસ્તા મળે ત્યાં બહુ બધા વિસ્તારનાં.