લઘુકથા – અગરબત્તી - રક્ષા શાહ

નાજુક,નમણી અને ઘઉંવર્ણી એકની એક દીકરી સુગંધી.. મંદિરના ગર્ભદ્વાર જેવું નાનકડું દિલ સુગંધીનું. પણ આવકાર બધાનો.ગરીબ પરિવારની આ દીકરી અન્ય કાજે પોતાનું જીવન ટૂંકું કરતી અને સુગંધ ફેલાવતી.. 

અચાનક એકસાથે મા-બાપનું આકસ્મિક મૃત્યુ થતાં એના જીવનના જાણે બે દિવા ઓલવાઈ ગયાં. અગ્નિદાહ આપતી સુગંધીએ હવે ખુદ બળવાનું હતું..એકલતાને એકાંતમાં પરિવર્તિત કર્યું..સંઘર્ષમય જીવનથી સુગંધી વધારે મજબૂત બનતી..

 

ભીતરની વેદનાને નવાં કલ્પનોનો સહારો મળ્યો..અને સુગંધીનો વિચારોનો ધુમાડો ઉપર ને ઉપર દૂર-દૂર સુધી ફેલાવા લાગ્યો..પણ એના જીવનનિર્વાહનું શું??

 

એની પાસે ડીગ્રી ઓછી હતી.ક્યાંક ઈન્ટરવ્યુ માટે જતી ત્યારે પોતાના પગ પર ઉભી રહેતી અગરબત્તી જેવી દીકરી ધ્રૂજતી...આ દિવસે પણ એવું જ બન્યું..ગાંધીમાર્ગ પર ધીમે-ધીમે ચાલીને જતી સુગંધી હમેશાં ગાંધીમાર્ગ પર જ ચાલતી..હા સત્યના માર્ગ પર..

 

ગાડીનો કાચ ખૂલ્યો ને પરિચિત અવાજ સંભળાયો,"ક્યાં જવું છે?તમે બેસી શકો.હું તમને તમારા મુકામ સુધી લઈ જઈશ."અને સુગંધીએ સ્વીકારી લીધું..કેટલાય પ્રશ્નોના જવાબથી સુગંધિની જીવનયાત્રાનો અણસાર આવી ગયો..સુગંધીની સાદગી અને ઇમાનદારીનું દૃશ્ય એની આ સફરમાં દેખાતું હતું..અને માલિક પ્રભાવિત થયાં.. આ ગાડીની સફરથી જિંદગીની ગાડીને નવો વળાંક મળ્યો..બીજા જ દિવસથી સુગંધીને મદદનીશ તરીકે નોકરી મળી..

 

દાનપેટીમાં જેમ એક-એક સિક્કા જમા થાય એમ સુગંધી પગારમાંથી બચત કરતી..

 

એક રાત્રે સુગંધીને ઊંઘ ન આવી..તે ગામડાંની ગરીબ સ્ત્રીઓના ભવિષ્ય માટે ચિંતિત હતી..બસ આ રાત પછી નવા દિવસની નવા વિચાર સાથે શરૂઆત થઈ..અને એક જ અઠવાડિયામાં અગરબત્તીનો ગૃહઉદ્યોગ શરૂ થયો...એમાં તેર સ્ત્રીઓની મહેનતની ખુશ્બુ શહેર સુધી ફેલાઈ...

અને પછી અચાનક એક દિવસ.....

આજે માચીસનું કામ અગરબત્તી પ્રગટાવવાનું નહીં પણ આગ લગાડવાનું હતું...અગરબત્તીના બંડલો માંથી આજે ગંધ આવતી હતી... કારણ... સાથે બહેનોના બોડીના બંડલ બળતાં હતાં. સુગંધીનાં દિલનો દીવો પણ હોલવાઈ ગયો...

 

અંતે તો અગરબત્તીએ પણ રાખ થવું જ પડે છે ને!!!

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.