નિબંધ - ચાહભરી જિંદગી - લીના પ્રીતિશ

તારા મળ્યા પછી જીવનમાં ક્યાં કોઈ કસર છે?

બંધ તાળા ખુલી ગયાતારા સ્પર્શની અસર છે.


તમે એના વિશે કંઈ કહેવા માંગશો?

 

સાચું કહું તો એવું ખાસ કશું નથી કહેવા જેવુંમારી પાસે તો બસ રોજિંદી ઘટમાળ  છે. પણ એનું નામ સાંભળું એટલે આંખમાં ચમક આવી જાય છે. એને મળવાની એકપણ તક છોડવાની ઇચ્છા નથી થતી. એવું કરું પણ શું કામઅમારા સંબંધમાં લાગણીની હૂંફ એવી વર્તાય છે કે એમ થાય જલ્દીથી એને પાસે બોલાવી લઉં અને કેટલીયે વાર સુધી એનો શ્વાસ મારા શ્વાસમાં ભર્યા કરું. એનો વિચારમાત્ર મારામાં પ્રાણસંચાર કરે છે! અને એની અનુભૂતિ મારામાં નવી ઊર્જા ભરે છે! એવું પણ નથી કે એના વગર  રહી શકુંપણ મારે  પરિસ્થિતિ ધારવી પણ નથી. સર્વગુણ સંપન્ન તો અહીં કોણ છેએનામાં પણ કોઈ બદી હશે જ. પણ તો યે મને  બહું ગમે છે. એક અક્ષરનું એને કરેલું સંબોધન મારા જીવનનો ભાગ છે. મને યાદ પણ નથી કે ક્યારે અમે કોઈ અદ્રશ્ય તાંતણે બંધાઈ ગયા?

 

મને ચા શું કામ ગમે ખબર છેજેની સાથે જોડાય તેનો ગુણ ત્વરાથી ગ્રહણ કરે અને તોયે પોતાની ખૂબી જાળવી રાખે. રંગ બદલવામાં   માણસથી જરાય ઓછી નથી પણ એક વખત રંગ પકડ્યા પછી  છોડતી નથી. ખાલી પાણીમાં ઉકળતી હોય ત્યારે આખા દિવસના સનબાથ પછીની તામ્રવર્ણી લાગે. ખાંડ અને દૂધ નાખો તો પણ ચાલે નાખો તો પણ. આદુંતુલસીફુદીનોમસાલો જે કંઈપણ ભેળવો તેના સ્વાદસુગંધને મોકળાશથી પોતાના પર ચડવા દે પણ પોતાની મૂળ ભૂમિકા તો જાળવી  રાખે.

 

એટલે ચા બનાવવાની છેપીવાની છે કે ખાલી વાતોઆવો કોઈ પ્રશ્ન થાય તો પડતો મૂકવો. ચા પોસ્ટમોર્ટમનો નહિ માણવાનો વિષય છે.  ચા-ખાંડના ડબ્બામાં રંગ ભલે બે અંતિમોના રહ્યા પણ એમનું સપ્રમાણ સાયુજ્ય આલ્કોહોલ વગરનો નશો ચડાવે છે. ચા પણ માણસ જેટલી  સંવેદનશીલ છે. એટલે  તો  ગમે તેવી હોયતેને ચાહવાવાળું કોઈ મળી  જાય છે.  ધોળીધફ્ફ હોય અને કાળીકટ પણ.  મીઠી હોયતીખી હોય અને હવે તો ખારી અને ખાટી પણ હોય છે.  સીધી સાદી પણ હોય અને મસાલેદાર પણ. દરેકને જ્યારે પોતાના સ્વાદની ચા મળી જાયત્યારે બે ઘડી દુનિયાની કોઈ તકલીફ પાસે આવવાની હિંમત નથી કરતી. અને જોઈતી ચા  મળે તો ખાતામાં બે હજારની પડતરના પચીસ એમઆરએફ પણ રાહત નથી આપતા. એવું બધું છે શું ચામાંચાથી ઊંઘ ઉડે છેકાંટો ચડે છેપેટ સાફ આવે છેહશે  બધું પણ મૂલતઃ ચા સંવાદ છે. ક્યારેક પોતાનાની સાથેનો અને કયારેક પોતાની સાથેનો. ચા ટેકો છે તકલીફમાંથી બહાર નીકળવાનો અને કયારેક તકલીફમાં પણ ટકી રહેવાનો.

 

દિવસ શરૂ કરતી વખતે એકલા  કે પરિવાર સાથે ચાની ચૂસકી ભરીને તે દિવસના પડકાર ઝીલવા તૈયાર થઈ જવાય છે.  રીતે જોઈએ તો ચા રોજનું એનર્જી રિચાર્જ છે. આખો દિવસ ઘરનાની સાથે નથી રહી શકાતું પણ સવારે ચા પીતી વખતે બીટુની સ્કૂલ ફીપપ્પાના ચશ્માચાર દિવસ પછી રાખેલી પાર્ટીની તૈયારીભાઈ સાથે ઈમ્પોર્ટન્ટ મીટિંગની ચર્ચા કે જતાં જતાં મને જરા આટલે સુધી મૂકતા જશો બધી એકબીજાને જોડી રાખતી કડીઓ ચાના ટેબલ પર જન્મ લે છે. જો કે એવા પણ ઘણાં લોકો છે જે "મેં તો કયારેય ચા ચાખી  નથી" કહીને ગૌરવ અનુભવે છે. પણ એવા લોકોને અધૂરિયા માનવા. ચા જેવી સામાન્ય બાબતમાં જક્કી વલણ ધરાવતા લોકો હઠાગ્રહી હોવાની શક્યતા વધારે છે. આખા દિવસની ભાગદોડથી પરવારી સાંજે રસોડામાંથી આવતી ચાની સુગંધ "જી લે જરા" બોલ્યા વગર  જીવી લેવા જેટલું લલચાવે છે. ઘરની મોટી બારીમાંથી દૂર દેખાતું આકાશ કે ડાઇનિંગ ટેબલ પર એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં ગમતું પુસ્તક કે મોબાઈલ ફોન પરનું સોશિયલ મીડિયા સર્ફિંગ કમાલની તાજગી લાવે છે. દિવસ અને રાતના અંતિમો વચ્ચે સાંજના સમયે થતી ચાની મુલાકાતો સંબંધ મજબૂત બનાવે છે. પછી  પાડોશી હોયસહકર્મચારી હોયમિત્રોની સેના હોય કે બે જુવાન હૈયા હોય.

 

ચા એટલે  પોતીકી લાગે છે. ઘરે કામ કરવાવાળા કારીગર હોય કે શેઠિયાડોકટર હોય કે વોર્ડબોયઅભિનેતા હોય કે સ્પોટ બોય અર્થાત લીડર હોય કે ફોલોઅર ચા બધાના માટે સરખી. ઘણું બધું કે અઘરૂં કે માથાકુટિયું કામ કરતી વખતે કે કરીને લગભગ બધાને ચા યાદ આવે છે. આધુનિકોમાં વળી ચાની માસીની દીકરી જેવી કોફી થોડીઘણી ચલણમાં છે. પણ નામ અને ઠામ તો ચાનું  હોય. ખાલી નાસ્તો કરીને છૂટા પડવાની મુલાકાતોને હાઈ કોફી નહિ હાઈ ટી  કહે છે. હીરોઇનની મમ્મી હીરોને ચા પર બોલાવે છે બોર્નવિટા કે કોફી પર નહિ. સભ્યતાના કોઈ બાહ્ય આડંબર કે શરતો વગર દરેકના ખિસ્સાને પરવડે એવી ચાની ટપરીમોંઘા કેફેટેરિયાને જોરદાર ટક્કર આપે છે. કટિંગ ચા એટલે વહાલા સાથે સરખે સરખા વહાલની વહેંચણી! ઘરે કોઈ મહેમાન આવે ત્યારે કોફીશરબત કે આઇસક્રીમની વ્યવસ્થા તાત્કાલિક  થઈ શકે એવું બને પણ ચાનું અક્ષયપાત્ર સમય સાચવી લે છે. ઠંડા પીણાથી કાકડા થાયકોફીથી કબજિયાત થાય કે દૂધથી વાયુ થાય પણ ચા પીવાથી બહું બહું તો જરા જેટલી એસીડીટી થાય. પણ  તો ઓવરડોઝમાં હોય તો. બાકી સામાન્ય અપવાદ સિવાય એકંદરે ચા બધાને સદે. કોઈ સાધારણ આર્થિક સ્થિતિ વાળા ઘરે યજમાન મહેમાનોની સરભરા ચા પીવડાવીને કરે છે તો આર્થિક રીતે પહોંચતા પામતા લોકો મોંઘા કપ રકાબીગ્રીન ટીઈંગ્લિશ ટીથી એટલે કે અંતે તો ચાના કારણથી સ્ટેટસ વધારે છે. મરણપ્રસંગે આભડીને આવેલા ડાઘુઓ પણ એક એક અડાળી ચા પીને છૂટા પડે છે.

 

આમ પણ ચા જેવું મળતાવડું અને ફ્લેકસીબલ કોઈ નથી. સવારબપોરેસાંજ કે રાતચા ગમે ત્યારે પી શકાય. ચાશિયાળામાં ઠંડી ભગાડેઉનાળામાં થાક ઉતારે અને ચોમાસામાં માહોલ બનાવે. ભજિયા હોય કે ગાંઠિયાચેવડો હોય કે ચકરીથેપલા હોય કે પૂરીખાખરામમરા હોય કે બિસ્કિટ બધાના જોડીદાર તરીકે ચાનું નામ  નીકળે. આપણે ત્યાં તો ચા એક રિવાજ છે. ચાને ઉકળવાનો સમય આપતી વખતે મુલાકાતોમાં છવાઈ જતી શાંતિચાનો કપ કે રકાબી હાથમાં પકડીને મંડાતી ચર્ચાઓચાના સબળકા સાથે આપેલી સલાહોવિચારોની દિશા બદલી નાખે છે. ચાના વપરાશમાં આપણે પહેલા દસમાં નથી આવતા એનું કારણ  કે કદાચ આપણે ત્યાં ચામાં દૂધ પણ વપરાય છે એટલે સ્વાભાવિક છે કે તેના જથ્થામાં ભાગ પડી જાય. રોજ સવારે વહેલા ઊઠી જતાં પૂર્વ ભારતમાં ચાનું ઉત્પાદન વધારે થાય છે પણ ચાના વપરાશમાં આખું ભારત એક  છે. આવી કોઈ ઝીણી ઝીણી માહિતીમાંઆંકડામાં પડ્યા વગર ચાને તટસ્થપણે માણીએ અને માનીએ તો ખબર પડે કે ચા લગભગ પાયાની જરૂરિયાતમાં સ્થાન પામી ચૂકી છે. આપણને એક બનાવી રાખવામાં ક્રિકેટ કે પાકિસ્તાન કરતા ચાનું સ્થાન નિઃશંકપણે આગળ છે.

 

ચા પીને જવાબ આપો તો: ચાનું નામકરણ ચાહ પરથી તો નહિ થયું હોય ને?

 

તાજા કલમ:

 

ચાલ.

 

ક્યાં?

 

ચા પીવા.

 

ચા પીને જઈએ?

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.