"પપ્પા
કાંઇ રહી તો નથી જતું ને ?''
સૂટકેસ પેક કરતાં કિશોરે
રમણલાલને પુછ્યું.
રમણલાલે ચશ્માં ઉતારી
ઝળઝળીયાં લૂછ્યાં, ઘરની દિવાલોને ચોંટીને બેઠેલી યાદોને
આંખોથી કોતરવા લાગ્યા પણ ! એ બોલ્યા ''રહી તો ઘણું બધું જાય છે,રહેવા દે ,તું તારે જે હાથ લાગે એટલું નાખી દે.''
''શું પપ્પા? ક્યારનો હું એ જ સમજાવું છું કે, માલતીને રાતની
શીફટ છે,તમને ય થોડો ચેન્જ મળે ,થોડા
મહિનાની જ તો વાત છે ,માલતીનું પ્રમોશન થઇ જાય એની
શિફ્ટ બદલાઇ જાય કે તરત બધુ પહેલા જેવું થઇ જશે. પ્લીઝ ,મારી નોકરી ,માલતીની નોકરી, ચિન્ટુ આ બધા વચ્ચે તમારી જવાબદારી ! '' કિશોર
અટક્યો.
ડાયપર પહેરેલા ,હાફ પેરેલાઇઝ્ડ રમણલાલના હાથમાંથી ચશ્મા ખરી પડ્યા ,કાંચ ટુટ્યો અને સાથે રમણલાલ પણ. આ વાતથી બે ખબર કિશોરે સુટ્કેસ બંધ કરી .
સામાન ટેક્સીમાં નાખવા
જતાં કિશોરના પગમા કાંચ વાગ્યો ,લોહી નીક્ળ્યું, પણ એને એ પીડા કરતા જાણે પપ્પાની વિદાયમાં વધુ રસ હતો .
માલતી શિફ્ટ પતાવી પાછી
આવી. સામાન ટેક્સીમાં ગોઠવાયેલો જોઇ કિશોર અને માલતીની આંખોમાં હાશકારાની આપ લે
થઇ.
ઘરમાં પ્રવેશતાં જ લોહી
જોઈ ચિંતાગ્રસ્ત માલતી બોલી ઉઠી ' અરે આ
કોનું લોહી છે ?''
એે તરત સુતેલા ચિંન્ટું
તરફ ધસી.
નિરાશ બેઠેલા રમણલાલે ઉંડો
શ્વાસ નાખ્યો અને બોલ્યા.''હું ય પુછું છું કે આ કોનું લોહી છે ?''
રમણલાલનો અવાજ સાંભળી પાછળ
વળી માલતીએ પુછ્યું ..કાંઇ બોલ્યા પપ્પાજી ?
''હા ,મારું જ લોહી છે પણ, ઇન્ફેક્ટેડ ''.

આભાર 🙏
जवाब देंहटाएंवाह बढ़िया, संसार में चल रही यही सब बातें थोड़े में सब कह दिया
जवाब देंहटाएं