
ઊંઘમાંથી દુઃખ જગાવે છે મને.
બદનસીબે હોશ આવે છે મને.
શીખવ્યું 'તુ જેમને મેં દેખતા,
આજે એ આંખો બતાવે છે મને.
દિનચર્યા એકસરખી થઈ જતાં,
એકસરખા સ્વપ્ન આવે છે મને.
શું જુલમ છે! કે હવે ઠુંઠો સમય,
આંગળી ઉપર નચાવે છે મને.
એટલે નારાજગી ટકતી નથી,
ક્યાં કદી કોઈ મનાવે છે મને?
રૂપ છે ભગવાનનું એ કારણે,
આંખ બાળકની ડરાવે છે મને.
જે કશું મંગાવો, બે મંગાવજો!
આપને ભાવે એ ભાવે છે મને.
છોડમાં પાણીની જોઈને ઉણપ,
બાળપણની યાદ આવે છે મને.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.
विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.