ગઝલ - ના પૂછ શોધવા તને ક્યાં ક્યાં ફરી વળ્યો - દીપક ઝાલા 'અદ્વૈત'


ના પૂછ શોધવા તને ક્યાં ક્યાં ફરી વળ્યો.
હર શહેર, હર ગલી 'ને મહોલ્લા ફરી વળ્યો.
 
જંગલ, પહાડ, નહેર, સમંદર, તળાવ, ખીણ
લાગે અશક્ય એ બધી જગ્યા ફરી વળ્યો. 


ભૂલી શકાય એમ નથી કોઈથીય એ,
છે તારી મ્હેંક ત્યાં હજી જ્યાં-જ્યાં ફરી વળ્યો.
 
નીકળ્યો'તો જ્યાંથી, ત્યાં જ પરત આવવું પડ્યું!!
કહેતો નહીં કોઈને તું દુનિયા ફરી વળ્યો.
 
અંતે કશુંય, ક્યાંય મળ્યું છે ખરું દીપક?
કે બસ અજાણતા જ અમસ્તા ફરી વળ્યો.

 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.