ગીત - ભૂમા વશી

 

શબ્દોની પાંખો પહેરીને આભ આંબવા ઉડ્યાં જી..
ચોગમ ઝળહળ ઝળહળ દીઠું
, અજવાળામાં ઉઘડ્યાં જી....


 તેજ લકીરો, દીઠી થોડી,  વાદળ સાથે ગેલ કર્યું,
મેઘધનુષી વલયો વચ્ચે,
રમી રમીને  ઘેન ચઢ્યું.
સૂર શબ્દની રંગત જામી
, હળવે હળવે ઊઠ્યાં જી...
ચોગમ ઝળહળ ઝળહળ દીઠું
, અજવાળામાં ઉઘડ્યાં જી....
 
 
સ્નેહ સ્પંદનો જાગ્યા ભીતર, તરલ નાવમાં બેઠા જી..
રોમ રોમમાં રંગત જામી
,
શબ્દ હલેસા  મૂક્યા જી,
ફૂલ, ફૂલ ને પાન પાનમાં
શ્યામળીયાને દીઠાં જી...
ચોગમ ઝળહળ ઝળહળ દીઠું
, અજવાળામાં ઉઘડ્યાં જી....
 
વેણુનાં  સૂર મહેક્યા ચોગમ, હૈયા થનગન નાચ્યાં જી.
જડ ચેતનમાં
, અણુ અણુમાં સ્પંદન સઘળાં વ્યાપ્યા જી...
રાસ રમંતા મલક્યાં મીઠું
, સાંવરિયામાં રાધાજી....
ચોગમ ઝળહળ ઝળહળ દીઠું
, અજવાળામાં ઉઘડ્યાં જી....

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.