મને વળગણ સદાય એક તારું
ક્ષણનું યે હોય કોઈને વરસોનું હોય
મારું સગપણ સતત એકધારું....
નખરાળી આંખો ને લહેરાતી લટ કરે રૂંવાડે રૂંવાડે તાણ
મીઠો આ સાદ પ્રેમભીનો સંવાદ મારા મનડાને એનું બંધાણ
રૂપિયાનું હોય કોઈને સોના કે રૂપાનું મુજને ખેંચાણ એક તારું....
મને વળગણ સદાય એક તારું...
તારાથી મારી આ દોમ દોમ સાહ્યબી ને તારાથી સઘળું આ સુખ
તારાથી મારું આખુંય જગત બોલકું ને તારા વિનાનું બધું ચૂપ
પોતાનું હોય કોઈને પારકું યે હોય મને તારું તારું ને એક તારું...
મને વળગણ સદાય એક તારું.....

वाह... क्या बात!
जवाब देंहटाएं