ગઝલ - જગ જ્યારે દર્દ દેતું હતું ત્યારે ક્યાં હતા - અંકિતા મારુ 'જીનલ'

 

જગ જ્યારે દર્દ દેતું હતું ત્યારે ક્યાં હતા?
દિલ એકલું જ સહેતું હતું ત્યારે ક્યાં હતા?
 
વરસાદ જોઈ સુખનો તમે આવ્યા છો અહીં,
આંખોથી પાણી વહેતું હતું ત્યારે ક્યાં હતા?

શાને કરો છો આજ અનુવાદ મૌનનો,
જખમોની વાત કહેતું હતું ત્યારે ક્યાં હતા?
 
આવ્યા છો આજ લઈને તમે ફૂલની સુવાસ,
નિ:શ્વાસ હૈયું લેતું હતું ત્યારે ક્યાં હતા?
 
આવી તમે શું કરશો હવે ફૂલ ખર્યા પછી,
કાંટાની સાથ રહેતું હતું ત્યારે ક્યાં હતા?

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.