ગઝલ - જિંદગીમાં કેટલાં સંતાપ છે - શિલ્પા શેઠ "શિલ્પ"

 


જિંદગીમાં કેટલાં સંતાપ છે?

તોય ખુશીઓનો કર્યો મેં વ્યાપ છે.

 

મારી સજ્જનતાનું કારણ હું નથી,

એના તો હકદાર બસ મા-બાપ છે

 

સ્નેહીજનને ના સમય આપી શક્યા,

એનો મનમાં ખૂબ પશ્ચાતાપ છે.

 

સુખ ને દુઃખમાં તો ફરક ઝાઝો નથી,

એકસરખો બેઉંનો આલાપ છે.

 

પ્રેમમાં પરિપક્વતા લે છે સમય,

હો વિરહ લાંબોપછી મિલાપ  છે.

 

શબ્દ મારા થઈ ગયા અજરાઅમર,

મૃત્યુને આપી દીધી મેં થાપ છે.

 

થાય ના બરકતપરંતુ હો વિનાશ,

એવા આશીર્વાદ પણ અભિશાપ છે.

 

એક મદારી માત્ર લૂંટે છે મજા,

યુદ્ધ લડતા નોળિયો ને સાપ છે.

 

કંઈ સફળતા એમ સાંપડતી નથી!

ચંદ્રની પાછળ સુરજનો તાપ છે.

 

"શિલ્પ"માં આસ્થા તમે મુકો અગર,

કામ લાગે તો જ મંત્રો-જાપ છે.

 


कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.