ગઝલ - શિખરના સાદને દઉં મૌન, પડઘો બોલવા માંડે - મિતા ગોર મેવાડા

  

શિખરના સાદને દઉં મૌન, પડઘો બોલવા માંડે,
છુપાવી રાખું જે ભીતર, એ શબ્દો બોલવા માંડે.
 
ભીંતો વચ્ચે, ચણી ભીંતો, હું સાંકળ વાસુ દરવાજે,  
ને રાખું બારીઓને બંધ, પડદો બોલવા માંડે.


ડુમા રોકું ને ડૂસ્કા પર હું મારી દઉ અગર તાળા,
ભીતરની સ્તબ્ધતા ધ્રૂજે ને જખમો બોલવા માંડે.
 
ચમકતા વસ્ત્રો પહેરી, સાદગીની જો કરું વાતો,
તો જોઈ રેશમી ચળકાટ, ચરખો બોલવા માંડે.
 
નગર વચ્ચે છુપાઈ જાઉં, અગર પડછાયા ઓઢીને
ને જો હાકલ કરે આ ભીડ
, તડકો બોલવા માંડે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.