ગઝલ - કલા ઘણામાં હશે પણ બધે કમાલ નથી - ડૉ. માર્ગી દોશી

 

કલા ઘણામાં હશે પણ બધે કમાલ નથી
સભાને લૂંટી શકે, સૌની એ મજાલ નથી!
 
હું આવી છું પરિચયમાં ગુલાબી રંગોના
છતાંય રંજ છે કે ક્યાંય પણ ગુલાલ નથી!


 અભાવ છે ને અબોલાય, તોય છે રાહત
અમારી વચ્ચે જે કંઈ હોય પણ ‘દીવાલ’ નથી.
 
નસીબદાર છે આ શહેરનાં ગુનેગારો!
છે મીણબત્તી બધા હાથમાં
, મશાલ નથી.
 
કતારમાં છે ઘણાં આંસુ લૂછવાવાળાં
દુઃખ્યું એ જોઈને કે એમનો રૂમાલ નથી.
 
આ પક્વતા છે કે ખાલીપણાની અંતિમ હદ?
હવે હૃદયમાં કશી વાતનો મલાલ નથી.
 
વિલાપ, વલખા, ચીસો- ક્યાં સુધી આ દેખાડા!
પીડા તો છે
, હવે પીડાની બસ ધમાલ નથી.
 
ભણી છું જ્યારથી હું ફૂટપાથ રસ્તાની
છે સૂનકાર ભીતર
,  એક પણ સવાલ નથી.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.