ખરી ના જાય ટહુકાઓ કરો જો વ્હાલ ડાળીને
નવા કલરવ ઘણાં એ આપશે લાગ્યું વિચારીને
હરણની ચીસ વારંવાર કાને આવી અથડાશે
ચલાવી તીર બેસો બારણાં છો બંધ રાખીને
બની અખબાર ખુદ આ દીપડો આવી
ચડ્યો શહેરે
કરો પાછા અમારા વન રહો છો પગ પસારીને
સદા મોસમ પ્રમાણે કેવો આ વરસાદ વરસે છે
હજી પણ માન આપે છે એ ખેડૂની ખુમારીને
કપાતા વૃક્ષને જોઈ રડ્યો'તો આજ એ પથ્થર
કુંપળ ખાતર કર્યો 'તો માર્ગ જેણે ખુદ ઘસાઈને
નવી અત્તરની શીશી ફૂટવાનો મેં કર્યો અફસોસ
વિના લાલચ હવાએ વહેંચી એ સોડમ વહાવીને
ફરીથી મુક્તતાનો અર્થ સાચો ખુદને સમજાવું
નદી જેવો હવે કોઈ નવો અવતાર પામીને

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.
विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.