ગઝલ - બધું નિઃશબ્દ હો ત્યારે આ ટેલિફોન રણકે છે - ધાર્મિક પરમાર

 

બધું નિઃશબ્દ હો ત્યારે આ ટેલિફોન રણકે છે!
થઈ શત્રુ રવિવારે આ ટેલિફોન રણકે છે!
 
સુકાયેલી બધી ડાળો ઉપર ખીલે ટપોટપ ફૂલ,
અહીં વૃદ્ધાશ્રમે જ્યારે આ ટેલિફોન રણકે છે!

પ્રભુ એક પ્રશ્ન પૂછું છું, અમસ્તું જાણવા ખાતર

તમારા ઓરડે ક્યારે આ ટેલિફોન રણકે છે?
 
આ ઘરનો જીવ હેઠે બેસતો; બસ, બેસતા વર્ષે
અમારે એ જ તહેવારે
, આ ટેલિફોન રણકે છે.
 
તને મોડે કરું મમ્મી, કહી કાપ્યો હતો મેં ફોન,
નયન જ્યાં આંસુઓ સારે, આ ટેલિફોન રણકે છે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.