અતિથી સંપાદકીય - રાજેશ હિંગુ

નમસ્કાર મિત્રો,

‘સાહિત્યમના આ વિશેષ અંકના માધ્યમથી આપ સૌની સાથે સંવાદ સાધતાં હૃદય અત્યંત આનંદની અનુભૂતિ કરી રહ્યું છે. 

એક બહુભાષી ઈ-સામયિક તરીકે ‘સાહિત્યમનો હંમેશાં એવો પ્રયાસ રહ્યો છે કે તે જુદી જુદી ભાષાઓના ઉત્કૃષ્ટ સાહિત્યને એક મંચ પર લાવીને સાંસ્કૃતિક સેતુનું નિર્માણ કરે. અરે એ તો હોવાનો જ ને કારણ કે આ બહુભાષી ઈ સામયિકના સ્થાપક શ્રી નવીન ચતુર્વેદી પોતે ઉમદા ભાષાપ્રેમી અને બહુભાષી ગઝલકાર છે.

 

     આજે જ્યારે આ મંચ પરથી આપણે  ‘ગુજરાતી વિશેષાંક’ પ્રસ્તુત કરી રહ્યા છીએત્યારે એવું લાગે છે કે શબ્દો અસલ ગુજરાતી મિજાજમાં ગરબે ઘૂમી રહ્યા છે.

ગુજરાતી ભાષા માત્ર સંવાદનું સાધન નથીએ તો એક જીવતી-જાગતી સંસ્કૃતિ છે. નરસિંહ મહેતાના પ્રભાતિયાંથી શરૂ થયેલી આ યાત્રા મીરાંની ભક્તિઅખાના છપ્પાનર્મદની ખુમારીકલાપીનો વિરહમેઘાણીનું શૌર્ય અને ઉમાશંકર જોશીની વૈશ્વિક ચેતનાથી સમૃદ્ધ થઈને આજની આધુનિક અને અનુ-આધુનિક કવિતા-વાર્તાઓ સુધી વિસ્તરી છે. આપણી ભાષામાં નમ્રતા પણ છે અને ખુમારી પણ છે. વલોપાત પણ છે અને વૈરાગ્ય પણ છેજેની ઝલક પ્રસ્તુત અંકમાં પણ જોવા મળશે.

 

       આ અંક માત્ર એક સંગ્રહ નહીંપણ ગુજરાતી સાહિત્યની વિવિધ કળાઓનો એક ગુચ્છ બન્યો છે. પ્રસ્તુત વિશેષાંકમાં સમાવિષ્ટ એક ગીતનાં મુખડાના શબ્દોને આધાર બનાવીને કહું તો આ અંકમાં 'શબ્દોની પાંખો પહેરીને આભ આંબવામથતા વર્તમાન ગુજરાતી સાહિત્યના કેટલાંક સ્થાપિત સર્જકો સાથે નવોદિત સર્જકોની પણ વિધ વિધ કૃતિઓ સમાવેશ પામી છે. પ્રસ્તુત અંકમાંસાંપ્રત સમયમાં જેનો પ્રવાહ ચાલી રહ્યો છે એવી ગઝલકૃતિઓ  ઉપરાંત મધ્યમ વર્ગીય ચકા(પતિ)ની મનોવ્યથાને વાચા આપતું 'ચકીનું ડિપ્રેશનનામનું અછાંદસ પણ છેતો માવતરને બોજ ગણતા આજના કુપુત્રોને ફટકારતી કટાક્ષિકા માઇક્રોફિકશન પણ છે.  પ્રિય પાત્રના વળગણનું રોમાંચિત કરતું ગીત છેલાગણીઓને 'ટકોરામારતું મોનોઇમજ કાવ્ય પણ છે. તો

'ચાહ ભરી જિંદગી'ને ચૂસકી ભરી ભરીને માણવાનું શીખવતો નિબંધ પણ છે.

 

    આ વિશેષાંકના સર્જનમાં જેમણે પોતાના શબ્દોનું અમૂલ્ય પ્રદાન આપ્યું છે તેવા તમામ લેખકોકવિઓ અને ચિંતકોનો  હૃદયપૂર્વક આભાર માનું છું. મને આ સંપાદન કાર્યમાં નિમિત્ત બનવાનો અવસર આપનાર ભાઈશ્રી નવીન ચતુર્વેદીજી અને મને આ કામમાં મદદરૂપ થનાર બહેન અંજના ભાવસારને પણ હૃદયનાં ધન્યવાદ.

    

તો ચાલોઆ ડિજિટલ પાનાઓ પર પથરાયેલા શબ્દોના અજવાળાને માણીએ અને આપણી માતૃભાષાના ગૌરવને વધુ પ્રજ્વલિત કરીએ.

 

આપનો

રાજેશ હિંગુ (સંપાદક – ગુજરાતી ભાષા વિશેષાંક)

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.