ગુજરાતી ગઝલ - પ્રેમ રોપીને હ્રદયમાં મોકલ્યા'તાં ઈશ્વરે – દેવાંગ પારીખ

 

 
પ્રેમ રોપીને હ્રદયમાં મોકલ્યા'તાં ઈશ્વરે
આપણે નફરત શીખ્યાં, તો પ્રેમ મૂક્યો છાપરે
 
માનવી વંશજ અમારા, જો કહીએ કોઈને
આવતી અમને શરમ, એવું કહ્યું એક વાનરે
 
સમાવી લે, નદીઓ લઈને આવે જે બધું
સાંભળ્યું ક્યારે, નદીને 'ના' કહ્યું કોઈ સાગરે
 
એક અમસ્તી ભૂલ પર ઠપકો પડ્યો, સમજાયું કે
મા બસ આખા જગતમાં ભૂલ બધ્ધી છાવરે
 
ના કશું પણ મન ઉપર લો, એમ કહેવા ગયા
છું કવિ, જાણ્યા પછી, કંઈ પણ કહ્યું ના દાક્તરે

1 टिप्पणी:

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.