'છે પ્રતીક્ષા આંખમાં, કાજળ નથી!'
કાયમી વસવાટ માટે આવજે,
હૈયું મારું પર્યટનનું સ્થળ નથી.
પ્રેમ કંઈ અધિકારની સાંકળ નથી.
એક તો રણ જેવી નીચે જિંદગી,
ને ઉપરથી આભમાં વાદળ નથી.
વાવી છે તો વહેલી મોડી ઉગશે,
લાગણી આંબો છે કંઈ બાવળ નથી.
આવી અવગણના થશે નહોતી ખબર;
મેં ફકત કીધું 'તું, "ઉતાવળ નથી!"
ક્યાં સરળ છે દૂર પળમાં થઈ જવું!
એક કાગળમાં હજી એ બળ નથી!
રોજ કઈ રીતે હું પાવન થાઉં છું!
તારી બે આંખો તો ગંગાજળ નથી?
અંજના ભાવસાર 'અંજુ'

बहोत बहोत धन्यवाद
जवाब देंहटाएं