શેનું છાંટીને નીકળે છે અત્તર જેવું
આઈ થિન્ક એને બેઠું છે સત્તર જેવું
કેમ કરીને વાત અમારી ત્યાં લગ પહોંચે ,
એણે પહેરી લીધું છે કંઇ બખ્તર જેવું
મેળ થશે શું ? મિજાજ તારો લંડન જેવો
અહીં અમારે કાયમનું છે લખતર જેવું
મૌન તમારું મુંજારાની મોસમ જાણે
ને બોલો તો લાગે બેગમ અખ્તર જેવું
અમને એમ કે બધું ભૂલીને નિરાંત થઇ ગઈ
હજુ બચ્યું છે અંદર થોડું કળતર જેવું

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.
विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.