ગઝલ - બહારથી લાગે ભલે ભીતર કશું ઘર્ષણ નથી - દિક્ષિતા શાહ

 

બહારથી લાગે ભલે ભીતર કશું ઘર્ષણ નથી,
અર્થ એનો એ નથી અંતરમાં અકળામણ નથી
 
હા હજી પરવા, પ્રણયની ઘેલછા રાખ્યા કરે,
પ્રૌઢ વયની થઈ છતાં પીડામાં કંઈ સમજણ નથી.


આંસુની સુંદરતા પર ગઝલો યથોચિત શું લખું!
હું રહું છું એવા ઘરમાં જ્યાં કશે દર્પણ નથી.
 
જેમ તારો હાથ છૂટ્યો, એમ દેહાધ્યાસ પણ…,
શ્વાસ ચાલ્યા જાય છે ને દેહમાં ચણભણ નથી.
 
થોર જેવા સંસ્મરણ ને દૂર લગ વેરાનિયત,
વિસ્તરે છે ત્યાં,છતાં દિલ દિલ છે, કોઈ રણ નથી!
 
મારી પથ્થર પરની શ્રદ્ધા જોઈ પૂછયું ઈશ્વરે,
માત્ર તારું હોય એવું જગમાં એકે જણ નથી?
 
સાંજ, રંગો, નભ, સમંદર ને ક્ષિતિજ છે અર્થહીન,
જિંદગીની પટકથામાં તારું જો પ્રકરણ નથી!
 
તું કશે પણ છે જ નહીં ને તું જ છે અહીં આસપાસ ,
ક્યાંથી કહું તારા અનાદરનું ય આકર્ષણ નથી?

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.