ગઝલ - એવું નથી - દિલને સમજનારાં સફરમાં ના મળ્યાં - ડૉ. ધીરજ એસ. બલદાણિયા 'નિઃસ્વાર્થ'

 

એવું નથી - દિલને સમજનારાં સફરમાં ના મળ્યાં,
તકલીફ છે એ વાતની - અમને અમારાં ના કળ્યાં..
 
મન આમ તો સઘળીય વાતે કેળવાયેલું જ છે,
પણ, વાત આવી સ્થૈરની ત્યારે જ કીડા સળવળ્યા.. 


 આશા કરી 'તી જેમની પાસે હૂંફાળા સાથની,
એ પણ સફરમાં અધવચાળે છોડીને પાછા વળ્યાં..
 
આખા જગતથી છેતરાવાનોય બિલ્કુલ ગમ નથી,
પણ, રંજ છે એ વાતનો - અમને અમારાંએ છળ્યાં..
 
શુભકામના આપી ગયા છે સેંકડો લોકો, છતાંય,
જેને ગણ્યાં 'તાં સાવ અંગત એ પ્રસંગે ના ભળ્યાં..
 
એ ભૂલ હતી પ્રેમી-યુગલની, નાત ના જોઈ પ્રથમ,
એ બાદ સૌ સામે રડ્યાં, તોપણ, ન પથરા પીગળ્યા..
 
બાળ્યા કર્યાં સ્વજનો બધાં, ના બોલવાનું બોલીને,
તોપણ, ચિતા પર પોઢીને 'નિઃસ્વાર્થ' છેવટનું બળ્યા..

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.