મોનોઇમેજ - ટકોરા - રાજુલ ભાનુશાલી

 
આંખ લુછી

ઉંબરેથી પરત ફર્યા ટકોરા

જ્યારે

બારણું વીંધીને

કોણ છે?”

એવો સપાટ પ્રશ્ન બહાર આવ્યો.

 *

તારા દ્વાર હતાં

વાસેલાં -

ચસોચસ

બહાર હું અને મારા ટેરવાં!

તારી ને મારી વચ્ચે

છેટું કેટલું?

ફક્ત

એક ટકોરા જેટલું!

 

*

રોજ જ્યાં ટકોરા પડતા

એ દરવાજાનો એક દી' આગળો ખખડ્યો.

અને,

ઘરની ચેતનાને જાણે

સાપ સુંઘી ગયો!

 

*

હ્રદયનો ઉમળકો

જ્યારે

ટકોરામાંથી ટપકે છે,

ઘર આખું હિલ્લોળે ચડે છે.

 

*

જ્યારથી ડોરબૅલ આવી છે

દરવાજો તરસી ગયો છે

ટકોરા મારવા અડતી

પેલી -

નાજુક આંગળીઓના સ્પર્શને!

 

*

ટકોરા -

ક્યારેય બાંહેધારી

આપી શકતા નથી,

કે -

એ છે એટલે દરવાજો તો ખૂલશે જ!

 

*

આંગળીએ અટવાયેલા ટકોરા

ડુસ્કે ચડ્યા, અને

બારણા જેવું બારણું પણ ધ્રુજી ઉઠ્યું!

 

*

અધખુલ્લા બારણા

વચ્ચે

એક પગ પર તપ કરી રહેલી પ્રતીક્ષામાં

એકાદ -

ટકોરાની રાહ જોવા

જેટલીય ધીરજ હોતી નથી!

1 टिप्पणी:

  1. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
    સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
    -મરીઝ સાહેબ યાદ આવી ગયા.. વાહ...

    जवाब देंहटाएं

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.