ચકીનું ડીપ્રેશન
વગર ઝાંઝરે
આખા ઘરને
રણકારતી ચકલીએ
જ્યારથી સુગરીનો
માળો જોયો છે
ત્યારથી ડિપ્રેશનમાં આવી ગઈ છે.
ચકો તો કહે છે,
મગનો અને ચોખાનો
બેય દાણા હું જ લઈ આવીશ.
તું તારે નિરાંતે હીંચકે ઝૂલને!
પણ
ચકી કહે છે;
ખીચડી અને હીંચકો
બેય આઉટડેટેડ થઈ ગયાં છે,
મારે તો ડાઈનીંગ ટેબલ પર બેસીને
'સુશી' ખાવી છે.
નારાજ થયેલી
ચકીને ખુશ કરવા,
ઝાડની બે ચાર ડાળ લઈને
ચકો બિચારો હોમ લોન
લેવા ગયો તો છે,
પણ
બેંક આખે આખા ઝાડની
ગેરંટી માંગે છે.
ચકાને હોમ લોન અપાવે,
એવું છે કોઈ ઝાડ
તમારી ઓળખાણમાં?

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.
विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.