ગુજરાતી ગઝલ - પથ્થર ને દેવ માની, બહુધા નમી ગયો છું - ચેતન ફ્રેમવાલા

 


પથ્થર ને દેવ માનીબહુધા નમી ગયો છું . 

લઈ રામ નામ દિલથી, સાચે તરી ગયો છું 

 

એવું નથી ઈશ્વર આજે ડરી ગયો છું

વ્યથાઓ વ્યક્ત કરતાં, હા! કરગરી ગયો છું

 

કંઇ પ્રાર્થનાઓ મારી, તેં અવગણી છે ઈશ્વર,

તારી ઘણી ખતાઓ હું અવગણી ગયો છું...

 

તારી હયાતી અંગે , વિશ્વાસ છે, છતાં પણ,

સંજોગ ના પ્રતાપે શકા કરી ગયો છું.

 

માનવ થવું ચેતન મુશ્કેલ છે છતાં પણ

એવો અહમ ચડ્યો કે, ઈશ્વર બની ગયો છું 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें