ગુજરાતી ગઝલ - શબદ નામે સાથી, શબદ છે સહારો - શબનમ ખોજા


શબદ નામે સાથી
, શબદ છે સહારો

લખ્યો એની નિશ્રામાં મારો ગુજારો.

 

મને મારી ભીતર મળ્યો એકતારો

કોઈ આવી, મારી નજર તો ઉતારો!

 

હું ગમતીલી વ્યક્તિને ખૂબ જ ગમું છું

એ ઈશ્વર કૃપાનો છે મોહક ઈશારો!

 

લઈ પ્રેમનૌકા હું મઝધારે પહોંચી,

તું છોડી શક્યો ના હજી પણ કિનારો

 

ન ચહેરો, ન કપડા, ન હોદ્દો, ન દોલત

તમારું છે દર્પણ તમારા વિચારો.

 

જીવન એ રીતે પણ સરળ થઈ શકે છે

બને તે સુધારો ને બાકી સ્વીકારો.

 

મને રંગી નાખીને પોતાના રંગે

પછી થઈ ગયો ગુમ એ ગેબી ચિતારો!

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.

विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.