ગુજરાતી ગઝલ - યંત્ર છે કે માનવી, બસ એ જ સમજાતું નથી - ભારતી ગડા

  


યંત્ર છે કે માનવીબસ   સમજાતું નથી

બેઉમાંથી એકનું પણ ચિત્ર દોરાતું નથી.

 

દોડવાનુંભાગવાનુંહાંફવાનું છે સતત;

કોઈને પણ ‘કેમ છો’ એવુંય પૂછાતું નથી.

 

કેટલો ઘોંઘાટ ,કોલાહલ ભરેલું શહેર છે

ચોતરફ બસ ભીડ છે ,સામુ  જોવાતું નથી.

 

રાત દીત્યાં લાલ ,લીલી લાઈટો ઝબક્યા કરે,

જલકમલવત્ સૌ હ્દય  જેવું  દેખાતું નથી.

 

બસ  ખરીદી લો હવા ,પાણીને સાથે પ્રેમ પણ

આંખમાં આંસુ ઠરે છે  બહાર ઉભરાતું નથી.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें