જીવવાનું મૂલ્ય બહુ વરવુ પડ્યું,
જે ન'તું કરવું, બધું કરવું પડ્યું.
છાનું ડુસકું આવીને અટક્યું ગળે,
છો ગળે આવ્યો, ગળે ધરવું
પડ્યું.
એક કોલરનું હતું કાપડ અને,
એ ય પાનેતરમાં વેતરવું પડ્યું.
કર્મ તો તારાં ય સંચિત થ્યા હશે!
નહિ તો શાને તારે અવતરવું પડ્યું?
જિંદગીભર ઝંખ્યું'તું મેં જે 'પ્રણય',
પામવા એ સ્થાનને, મરવું પડ્યું.

Bahot achche pranay bhai
जवाब देंहटाएंJwalant Naik here.
हटाएंવાહ ❤️
जवाब देंहटाएंWaah.. Dr. Saheb
जवाब देंहटाएं